આવેદન:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત મામલે પુનઃ વિચારણા કરવા માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ બક્ષીપંચ સેલ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશી અધિક કલેક્ટરને આવેદન

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી 10% અનામત બેઠક હટાવવા મુદ્દે પુનઃ વિચારણા કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા શુક્રવારે અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડને આવેદન આપી રજૂઆત કરી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત 10% બેઠકની જોગવાઈ દૂર કરવા મામલે કોર્ટે કરેલા નિર્દેશ બાદ ભાજપ સરકાર દ્વારા અનામત બેઠકો માટે કોઈ કાર્યવાહી ન કરતા ઓબીસી સમાજને આગામી ચૂંટણીમાં ભારે નુકસાન થઈ શકે તેમ હોય કોંગ્રેસ દ્વારા ઓબીસી સમાજ વિરોધી નીતિ મામલે પુનઃવિચારણા કરી અનામત બેઠકો રદ ના થાય માટે કાર્યવાહી કરવાની માંગ સાથે પાટણ કોંગ્રેસ બક્ષીપંચ સેલ દ્વારા કલેક્ટર કચેરીએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન બાદ અધિક કલેક્ટરને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...