રજૂઆત:BSMS પ્રથમ વર્ષના પરિણામમાં 88માંથી 50 વિદ્યાર્થી નાપાસ થતા રીચેકિંગની માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેપર ચકાસણીમાં ભૂલ હોઈ ફરી તપાસ કરવાની માંગ સાથે કુલપતિને આવેદન
  • છાત્રો એનાટોમી વિષય સિવાય તમામ વિષયમાં પાસ હોઈ વર્ષ બગડતું હોઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં બીએસએમએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી પરીક્ષામાં એનાટોમી વિષયમાં 88માંથી 50 વિદ્યાર્થીઓ નાપાસ થતા ગુણ વિસંગતતાને તેમનું સમગ્ર વર્ષ બગડતું હોય સત્વરે પરીક્ષા વિભાગ દ્વારા ફરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.

યુનિવર્સિટી દ્વારા બીએસએમએસ અભ્યાસના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ડિસેમ્બર 2020માં લેવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારબાદ નિયમ અનુસાર બીજી સપ્લીમેન્ટરી માર્ચ જૂન 2021ની પરીક્ષા લેવાઈ હતી. જેનું પરિણામ 13 ઓક્ટોબરે જાહેર કરાયું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ અન્ય વિષયોમાં પાસ હતા પરંતુ ફક્ત એનાટોમી વિષય પેપર 1 માં 88 માંથી 50 વિદ્યાર્થીઓ નપાસ થયેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવ્યું હોય પેપર ચકાસણીમાં કોઈ ભૂલ હોય નપાસ થયા હોવાની રાવ સાથે એક વિષયમાં નપાસ થતા સમગ્ર વર્ષ બગડી રહ્યું હોય વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક ફરીથી વિષયની ચકાસણી કરી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે ગુરુવારે કુલપતિને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...