મુખ્યમંત્રીને રજૂઆત:સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાતના ખેડૂતોને કેનાલથી ખેતર સુધી પાણી આપવા માંગ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ. ગુ. ભારતીય કિસાન સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

પાટણ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો સમાન સિંચાઈ દર સમાન વીજદર અને ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક દિવેલાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઉત્તર ગુજરાત ભારતીય કિસાન સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અને આ માગણીનો ઝડપથી ઉકેલ નહીં આવે તો સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ બતાવવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ સંકલન સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે વીજદરથી વીજળી મળે છે તે વીજદરથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને વીજળી આપવા માટે માગણી કરાઈ છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ કેનાલથી સીધું ખેતર સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માગ કરાઈ છે સાથે ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક દિવેલાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે માગણી કરાઈ છે.

ભારતીય કિસાન સંઘ પાટણ જિલ્લાના સંયોજક દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના આ પ્રશ્નો બાબતે અવાર નવાર રજૂઆત કરવા છતાં ખેડૂતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ થયું નથી જેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે. માગણીઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો સરકાર સામે રણનીતિ ઘડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...