રજૂઆત:પ્રાથમિક શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ થતાં ગુણોત્સવ મુલત્વી રાખવા માગ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને શૈક્ષિક સંઘે રજૂઆત કરી

રાજ્યમાં કોરોના મહામારીના કારણે હાલમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું છે.ત્યારે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ બંધ રાખવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી છે.

કોરોના મહામારીના કારણે હાલમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને શેરી શિક્ષણ પણ શક્ય નથી.ત્યારે શાળાઓને ગુણોત્સવ એક્રેડિટેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોરોનાના કારણે પહેલેથી 25 ટકા જેટલા માપદંડોનું મૂલ્યાંકન કરી શકાતું નથી જેનું વેઇટેજ બીજા માપદંડોમાં આવેલું છે અત્યારે સૌથી વધારે ભારાક વર્ગખંડ અવલોકનને આપવામાં આવે છે.

હવે ઓનલાઇન શિક્ષણ ચાલશે ત્યારે વર્ગખંડ મૂલ્યાંકન સચોટ રીતે કદાચ ન પણ થાય બાળકોને ઓનલાઇન ભણાવવા શિક્ષકો માટે મુશ્કેલીરૂપ બને છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય ત્યાં સુધી ગુણોત્સવ મુલતવી રાખવા માટે પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...