તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોને ભારે મુશ્કેલી:પાટણ-સુરેલ અને ખેરાલુ-શંખેશ્વર બસનો રૂટ વાયા જાસ્કા,મુજપુરથી કરવા માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં બંને બસોના રૂટ બદલતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી

પાટણ-સુરેલ અને ખેરાલુ-શંખેશ્વર એસટી બસ વાયા જાસ્કા, મુજપૂર, ફુવારદ, રણોદથી શંખેશ્વર જતી હતી. પણ કોરોના મહામારીમાં રૂટ ફેરફાર કરી હાઇવે ટુ હાઇવે સમીથી શંખેશ્વર કરી દેવામાં આવતા વર્ષો જુના રૂટમાં ગ્રામજનોને અવર જવર કરવામા ભારે મુશ્કેલી સર્જાઈ છે. સત્વરે વર્ષો જુના રૂટોને શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

પાટણથી સાંજના 4.30 કલાકે ઉપડતી પાટણ સુરેલ એસ.ટી.બસ એક દશકા પહેલાથી હારિજથી વાયા જાસ્કા, મુજપુરથી ફુવારદ, રણોદ, શંખેશ્વરથી સુરેલ બસ જતી હતી. બીજો રૂટ ખેરાલુ શંખેશ્વર એસ.ટી.બસ પણ ખેરાલુથી હારીજ આવી વચ્ચેના ગામો જાસકા, મુજપૂર, કુવારદ, રણોદથી શંખેશ્વર જતી 40 વર્ષ જૂનો રૂટ હતો.પણ કોરોના કાળમાં બંને એસ.ટી.બસોના રૂટ હારિજ સમીથી શંખેશ્વર રૂટ કરી દેવાતા વચ્ચેના ગામ લોકોને બસનો લાભ મળતો બંધ થયો છે. માટે વારંવાર રજૂઆતો કરવા છતા જૂનો રૂટ ચાલુ ન કરતાં અંતરિયાળ ગામનાં લાભ માટે અને જીલ્લા મથકે આવવા જવા માટે જુના રૂટ પ્રમાણે બન્ને રૂટ શરુ થાય તેવી માંગ ઉઠવા પામી છે.

ફુવારદ ગામનાં ચંદ્રકાન્ત દયાશંકર ત્રિવેદીના જણાવ્યા મુજબ હારીજ, સમી, શંખેશ્વર વચ્ચેના ગામોમાંથી વર્ષો જુના એસ.ટી.રૂટ કોરોનામાં બદલતા ગ્રામજનોને તાલુકા મથક જીલ્લા મથકે જવા ભારે મુશ્કેલી પડે છે. માટે જુના રૂટ શરૂ કરવા રજુઆત કરવા છતાં શરૂ કરવામાં આવ્યો નથી ઝડપી શરૂ કરવામા આવે તેવી માંગ છે

અન્ય સમાચારો પણ છે...