તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બાલિસણા પ્રાથમિક શાળા 1 અને 2માં જર્જરિત 19 ઓરડા નવા બનાવવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને શાળામાં કુલ 19 ઓરડા જર્જરિત થતાં અકસ્માતનો ભય
  • શાળાઓ ખુલે તે પહેલાં નવા ઓરડા બનાવવા શિક્ષણ વિભાગમાં રજૂઆત

પાટણ તાલુકાના બાલીસણા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 1 અને પ્રાથમિક શાળા નંબર 2 બંને શાળાઓમાં મળી કુલ 19 જેટલા ઓરડાઓ વર્ષો જૂના હોઈ હાલમાં જર્જરિત હાલતમાં ઊભા છે. ચોમાસા દરમિયાન ઓરડામાંથી પાણી પડવા સહિત વાવાઝોડા દરમિયાન કે અન્ય કોઈ કુદરતી આફતમાં આ ઓરડા દુર્ઘટના સર્જે તેવી સંભાવના ઉભી થઇ છે.

શાળાઓ શરૂ થાય તો જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડી અભ્યાસ કરવાનું થાય તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે બંને પ્રાથમિક શાળાઓમાં તપાસ કરી જર્જરિત ઓરડા તાત્કાલિક ઉતારીને વૈકલ્પિક વ્યવસ્થા સાથે બાળકોને યોગ્ય બેઠક વ્યવસ્થા મળે અને સુરક્ષિત અભ્યાસ કરી શકે તે માટે નવીન ઓરડા બનાવવામાં આવે તેવી સામાજિક અગ્રણી નરેશભાઈ પરમાર દ્વારા બુધવારે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...