તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:છેલ્લા 1 વર્ષથી બિસમાર માતરવાડી જવાનો મુખ્ય રોડ નવો બનાવવા માંગ

પાટણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે

પાટણના માતરવાડી વિસ્તારમાં મુખ્ય પ્રવેશ માર્ગ અને પ્રાચીન હરિહર મહાદેવ તેમજ સ્મશાન ભૂમિમાં જવા માટેનો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસમાર પાલિકા દ્વારા સત્વરે નવીન રોડ બનાવવા માંગ ઉઠવા પામી છે.

પાટણ-ડીસા હાઇવે પર આવેલ માતરવાડી વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર પ્રાચીન હરિહર મહાદેવ મંદિર તેમજ સર્વધર્મનું હરિ હર સ્મશાનમાં જવા સહિત વિસ્તારમાં જવાનો મુખ્ય માર્ગ રોડ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તૂટી ગયો હોઈ હાલમાં ધૂળીયો અને ઉબડખાબડ માર્ગ બની ગયો છે. ત્યારે દર્શન અર્થે જતા ભક્તો સહિત અંતિમ વિધિ માટે નીકળતા વાહનો અને અંતિમયાત્રામાં મૃતદેહ લઈને પસાર થવામાં લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી હોઈ સત્વરે વિસ્તારના રોડની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા નવો રોડ બનાવવા લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો