તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીની તૈયારી:પાટણ નાગરીક બેંકની ચૂંટણી સી.સી.ટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 11 જુલાઈએ ચૂંટણી યોજાશે

પાટણ નાગરીક સહકારી બેંકની ચૂંટણી આગામી તા .11 જુલાઇ 2021 ના રોજ શેઠ એમ.એન.હાઇસ્કૂલમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણી સી.સી.ટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવામાં આવે તેવી માંગ ઉમેદવાર પિન્કલકુમાર જયંતિલાલ પટેલે કરી છે. ચૂંટણી અધિકારીને લેખીતમાં રજૂઆત કરી પિન્કલકુમારે જણાવ્યું છે કે , ગત ટર્મની ચૂંટણી પણ આજ સ્થળે યોજાઇ હતી અને તે સમયે સત્તાધારી પેનલ દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી હતી.

ગેરરીતિ સંદર્ભે કેસ પણ થયો હતો. જે થી આ વખતની ચૂંટણી સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવામાં આવે તે હિતાવહ છે . શેઠ એમ.એન.હાઇસ્કૂલના તમામ વર્ગખંડોમાં અને કેમ્પર્સમાં હાઇ ડેફીનેશન સીસીટીવી કેમેરા છે. જો કોઇ બંધ હોય તો તે પણ ચાલુ કરવામાં આવે. જો ચૂંટણી સામાન્ય રીતે કરવામાં આવશે તો કાનુની રાહે પગલા ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...