તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:જિલ્લાની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં છાત્રોને ફીમાં રાહત આપવા માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીએ કલેક્ટર અને કુલપતિને આવેદન આપ્યું

પાટણ જિલ્લામાં કોરોના કાળમાં કોલેજોનું શૈક્ષિણક કાર્ય બંધ હોવા છતાં સેલ ફાયનાન્સ કોલેજોમાં છાત્રોની પુરી ફી લેવામાં આવતી હોય શિક્ષણ ફી માં છાત્રોને રાહત આપવામાં આવે તેવી રજુઆત સાથે કલેકટર અને કુલપતિને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ વર્ષે કોરોના મહામારીને લઈ વાલીઓને થોડી રાહત થાય અને છાત્રોને યોગ્ય રીતે માટે છાત્રોની શિક્ષણ ફી માં ઘટાડો કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ કલેકટર કચેરી અને ત્યારબાદ હેમચંદ્રાચાર્ય યુનિમાં કુલપતિ ડૉ.જે.જે વોરાને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...