તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લામાં પ્રાથમિક શાળાનો સમય સવારનો રાખવા માંગ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે નિયામકને ભલામણ કરી
  • વિદ્યાર્થીઓ ઘરે ભણે છે ત્યારે સમય બદલવા રજૂઆત

રાજ્યમાં હાલમાં શાળાઓ બાળકોની હાજરી વગર ચાલી રહી છે અને બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી છે.

સંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ કોરાના અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને આવવાનું નથી તેમજ શિક્ષકો દ્વારા રૂબરૂ, ઓનલાઈન, મોબાઈલ અને વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે. જુલાઈ માસમાં શાળાનો સમય બપોરનો થતો હોય છે પરંતુ હાલમાં બાળકોની હાજરી શાળાઓમાં નથી અને ઘરે બેઠા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે જુલાઈ માસથી શાળાઓનો સમય સવારનો રાખવા માંગ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું છે કે ગયા વર્ષે પણ શાળાનો સમય સંપૂર્ણ પણે સવારનો રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...