તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક સમસ્યા વકરી:પાટણના ગોલ્ડન ચાર રસ્તાથી સિદ્ધપુર ચોકડી સુધી સર્વિસ રોડ બનાવવા માંગ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ સિદ્ધપુર ચોકડી પર ટ્રાફિક જામ અને વાહન અકસ્માતની સમસ્યાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હોઈ તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનોને પસાર થવા માટે ગોલ્ડન ચોકડીથી સિદ્ધપુર ચોકડી સુધી નવી સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

પાટણમાં સિદ્ધપુર ચોકડી ઉપર નવીન ફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ થતાં બન્ને તરફના રોડ ખોદકામ કરી અડધો બ્લોક કરવામાં આવ્યો હોઈ ચાણસ્મા-ડીસા અને સિદ્ધપુર તેમજ રેલવે ગરનાળા એમ ચારે તરફથી આવતા વાહનના દિવસભર ભારે ધસારાને લઇ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે વાહન ચાલકોની સવલત માટે અને નાના મોટા અકસ્માતના બનાવો અટકાવવા માટે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાણસ્મા ડીસા હાઇવે પર ગોલ્ડન ચોકડીથી સિદ્ધપુર ચોકડી સુધીનો નવિન સર્વિસ રોડ બનાવવા પાલિકાના ભાજપના સભ્ય જયેશ પટેલ દ્વારા રાજ્ય માર્ગ અને મકાન વિભાગમાં રજુઆત કરવામાં આવી છે.

પાલિકાના ભાજપના સદસ્ય જયેશ પટેલે જણાવ્યું છે કે ફ્લાય ઓવર બ્રિજની કામગીરીથી પસાર થતાં વાહનોના કારણે દિવસભર ટ્રાફીકની સમસ્યા રહે છે. જ્યાં મોટા અકસ્માતનો ભય રહે છે. સાથે સાથે વાહન ચાલકો પણ પરેશાન થતા હોઈ તાત્કાલિક સર્વિસ રોડ બનાવવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...