પાટણ ખાતે કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ કેમ્પસમાં કેન્દ્રીય વિદ્યાલય હાલમાં કાર્યરત છે પરંતુ શહેરના શિહોરી ચાર રસ્તા પાસે ચોરમોરપુરા વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયનું નવિન બિલ્ડીંગ તૈયાર થયું છે જેના મધ્ય ભાગે એક નાળું આવેલ છે. જે નાળું નવેસરથી બનાવવા તેમજ નાળાની સંરક્ષણ દિવાલ બનાવવા કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ભારત સરકારની નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રકશન કોર્પોરેશન લિમીટેડને દરખાસ્ત કરી છે તેમજ કલેક્ટરને જાણ કરેલ છે.
આ કામ ઝડપી કરાવવા કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા રાજ્યસભાના સભ્ય ડો.કિરીટભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે. હાલમાં કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ કેમ્પસમાં કેન્દ્રીય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નો અભ્યાસક્રમ ચાલુ થયો છે. જો ચાલુ વર્ષે નાળું તેમજ નાળાની સંરક્ષણ દિવાલ સત્વરે બનાવવામાં આવે તો શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી નવ નિર્મિત કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ શરુ થઇ શકે છે. પાટણના વિકાસ માટે રેલ્વે સહિત અનેક વિકાસ કાર્યો ડો.કિરીટ સોલંકીએ કર્યા છે તેની યાદ દેવડાવી નાળુ અને સરંક્ષણ દિવાલ બનાવવા ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ પત્રમાં કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.