તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહદારીઓ પરેશાન:ઉંટવાડા, ખોડાણા અને હૈદરપુરા રોડના ભયજનક ડીપ ઉપર પુલ બનાવવા માંગ

નાયતા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ અને ડીસાને જોડતા એકમાર્ગીય રોડ પર પરેશાની
  • ડીપમાં ચોમાસામાં પાણી વધારે આવતાં વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન

સરસ્વતીના ઉંટવાડા, ખોડાણા અને હૈદરપુરાના એકમાર્ગીય રોડ પર આવેલા ડીપમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેતાં હાલાકી સર્જાય છે. આ ડીપ પર પુલ બનાવવા માટે માંગ ઉઠી છે. આ પુલ બને તો પાટણ અને ડીસા તરફ જતા આવતા લોકોને ફાયદો થાય તેમ જણાવ્યું છે. સરસ્વતીના ઉંટવાડા, ખોડાણા અને હૈદરપુરા એકમાર્ગીય રોડ ઉપર ભયજનક ડીપ પર પુલ બનાવવા માંગ ઉઠી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છેવાડાના ગામડા ઉંટવાડા, ખોડાણા અને હૈદરપુરા, રવિયાણા એકમાર્ગીય રોડ પાટણ- ડીસા હાઈવેને જોડતો રોડ આવેલ છે.

જેથી ચોમાસા દરમિયાન ડીપમાંથી ખૂબજ પાણીનો પ્રવાહ વહે .છે જેથી ચોમાસું સિઝનમાં ગામડાના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને દવાખાને જવા માટે અને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અને ડીપમાં પાણી ભરાઈ રહેતા અવરજવર કરતા વાહન ચાલકોને નિકળવું મુશ્કેલ બની જાય છે.

ક્યારેક વધારે પાણીના પ્રવાહમાં બાઈક જેવા સાધનો ડૂબી જવાનો ભય સતાવે છે. તેમજ પાલનપુર ગઢ બાજુથી પાટણ આવવા જવા માટે સરળ અને ટૂંકો માર્ગે રોડ ખાસ ઉપયોગ થતો હોવાથી લોકોને ચોમાસું સિઝનમાં ડીપીમાં પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલીઓ પડતી હોય છે. જેથી ડીપ પર પુલ બનાવવા માંગ લોક ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...