તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:પ્રર્યુષણ પર્વમાં કતલખાનાઓ તેમજ માસમચ્છી અને નોનવેજની હોટલો સદંતર બંધ રાખવા માગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જૈન મંડળ દ્વારા જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી આપવામાં આવ્યું

પાટણ શહેર સહિત જીલ્લામાં શુક્યારથી જૈન સંપ્રદાયના મહાપર્વ પ્રર્યુષણ પર્વમાં કતલખાનાઓ તેમજ માસમચ્છી અને નોનવેજની હોટલો સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે પાટણ જૈન મંડળ દ્વારા જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. જૈનોના પર્વાધિરાજ પર્વ એવા પ્રયુષણનો શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહયો છે.

આ પવિત્ર પર્વમાં શહેરમાં આવેલા કતલખાના તેમજ જાહેરમાર્ગો અને પશ્ચિમ વિસ્તારમાં માંસમચ્છી તેમજ નોનવેજની હોટલો બંધ રાખવામાં આવે જેથી આ પાવન પર્વમાં જૈનોની ધાર્મિક લાગણી ન દુભાય તેવી માંગ કરાઈ છે. તો આ પર્વમાં ખાસ કરીને જૈન જૈનેતરો દ્વારા અબોલા પશુઓ પ્રત્યે જીવદયાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે જેથી આ પર્વ દરમિયાન શહેર તેમજ જીલ્લામાં તમામ કતલખાનાઓ આઠ દિવસ સુધી સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ પ્રસંગે પાટણ જૈન મંડળનાં ધીરુભાઈ શાહ , બંટી શાહ , સહિત જૈન સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...