માંગણી:2005 પહેલા નિમણૂંક પામેલ શિક્ષકોની જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠને મુખ્યમંત્રી રજૂઆત કરી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા 2005 પહેલાં નોકરીમાં નિમણૂંક પામેલા તમામ શિક્ષકોને તાત્કાલિક ધોરણે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરીને તેમને પેન્શનનો લાભ આપવા માટેની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં 2005 પહેલા શિક્ષક સિવાયના તમામ નોકરિયાત વર્ગને જૂની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે ફક્ત શિક્ષકોને જ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો ના હોય તેમની સાથે અન્યાય કરવામાં આવતો હોય સરકાર દ્વારા શિક્ષકોના હિતનો વિચાર કરી લાભ આપવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંગઠન દ્વારા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફક્ત શિક્ષકો સાથે જ અન્યાય કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોને લાભમાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યા છે ત્યારે શિક્ષકો વય નિવૃત થયા બાદ તેમને જીવન નિર્વાહ માટે પેન્શન અતિ આવશ્યક હોવાથી યોજનાનો લાભ આપવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...