કિસાનસંઘ:પોષણક્ષમ ભાવ ન મળતાં પાક ધિરાણ ઓટો રિન્યુ કરવા માંગ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવે ધીમી ગતિથી ખરીદી થાય છે અને નાણાં લાંબા સમયે મળે છે: કિસાનસંઘ

માર્કેટયાર્ડેમાં દિવેલા વરીયાળી સવા અજમો સહિતની ખેતપેદાશોના ભાવ તળિયાના થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે ખેડૂતો પરા આર્થિક સંકટ ઉભુ ના થાય તે માટે પાક ધિરાણની લોન ઓટો રિન્યુ કરી આપવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. ખેડૂતોને માર્કેટયાર્ડેમાં ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. વર્ષ પૂરું થતા ખેડૂતોને આર્થિક વ્યવહારો સાચવવા નીચા ભાવે પણ ખેત પેદાશની વેચાણ કરવા મજબૂર થયા છે. ત્યારે ખેડૂતોને રાહત રહે તે માટે નવા વર્ષ માટે પાક ધિરાણ ઓટોમેટીક રિન્યુ કરી આપવા માંગ કરાઇ છે. ઉપરાંત હાલમાં ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે ખૂબ ધીમી ગતિથી થઈ રહી છે તેમજ ખેડૂતોને નાણાં પણ લાંબા સમય બાદ મળે છે .

અન્ય સમાચારો પણ છે...