માંગ:પાટણ નગરપાલિકાને પ્રદૂષણ મુક્ત ઈલેક્ટ્રિક સિટી બસો ફાળવવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિઝલ આધારિત અગાઉ મળેલી બે સીટી બસો નગરપાલિકાને નુકશાન કરતા સાબિત થઈ છે : પાલિકા પ્રમુખ

પાટણ નગરપાલિકા તંત્રને શહેરીજનોની સુખાકારી માટે નવીન બે સિટી બસો ફાળવવા માટે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હોય પરંતુ પાલિકાને અગાઉ સરકાર દ્વારા મળેલી બે સીટી બસો આર્થિક રીતે નુકશાન કરતા બની હોવાથી પાલિકા તંત્રએ સરકાર દ્વારા વધું બે સીટી બસ ફાળવવા કરાયેલા પરિપત્ર ને અમાન્ય રાખીને શહેરને પ્રદુષણ મુક્ત બનવવાના આશય સાથે બેટરી થી ચાલતી ઈલેક્ટ્રોનિક બે સીટી બસો ફાળવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને ડિઝલ આધારિત સીટી બસો ફાળવવાની જગ્યાએ બેટરી થી ચાલતી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સીટી બસો ફાળવવામાં આવે તેવી પાટણના પ્રજાજનોએ પણ લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...