કાર્યવાહીની માંગ:પાટણમાં ગેરકાયદે ભૂંડ પકડતા શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણકીવાવ વિસ્તારમાં છકડો રોકતાં દાદાગીરી

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રખડતા ભૂંડોને કેટલાક ઈસમો દ્વારા પકડી છકડો રિક્ષામાં ક્રુરતા પૂવૅક ભરીને લઈ જવાની પ્રવૃત્તિની બુમરાડ ઉઠી છે. બુધવારે શહેરના રાણકીવાવ વિસ્તારમાં દ્વારિકા હોમ્સ સોસાયટી નજીકનાં ખુલ્લા પ્લોટમાં ભૂંડ પકડવા આવેલ ટોળકીને રહીશો અટકાવતા દાદાગીરી કરી રવાના થઈ ગયા હતાં. રહીશો સહિત જીવાદયા પ્રેમીઓ દ્વારા ગે.કા ભૂડ પકડવાની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...