તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઘુડખર અભ્યારણ્યમાં ગેરકાયદે પ્રવેશનાર સામે કાર્યવાહીની માંગ

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટે રેન્જના ફોરેસ્ટ ઓફિસરને રજૂઆત કરી
  • અગરિયાઓની કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા ખોટા કાર્ડ ઇસ્યુ કરાયાના આક્ષેપ

સાંતલપુર તાલુકાના કચ્છના રણના ઘુડખર અભ્યારણમાં ભૂ માફીયાઓ દ્વારા કબજો કરી સરકારી યોજનાનો લાભ લેવા ભૂ માફિયાઓને અગરિયાઓના ખોટા કાર્ડ ઇશ્યુ કરાયા છે. ત્યારે બિનઅધિકૃત રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનાર સામે કાર્યવાહી કરવા લેખિત માંગ કરવામાં આવી હતી.

સાંતલપુરના વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ કનૈયાલાલ રાજગોરે ઘુડખર અભયારણ્યના આડેસર રેન્જના ફોરેસ્ટ ઓફિસરને અભ્યારણ્યમાં બિનઅધિકૃત રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનાર સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆતમાં કરવામાં આવી છે. તેમજ વર્ષ 2008 થી 2015 દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલ ઓળખકાર્ડની મુદત માત્ર પાંચ વર્ષ પૂરતી હતી જે પૈકીના તમામ ઓળખ કાર્ડ ફરી રીન્યુ કરવામાં આવેલા નથી એટલે કે સાતલપુર રણ વિસ્તારમાં ઇશ્યૂ કરવામાં આવેલા તમામ ઓળખ કાર્ડની મુદત પૂરી થઈ ગયેલ હોય પાટણ શ્રમ વિભાગ દ્વારા બારોબાર કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના ફરી પ્રતિબંધિત વિસ્તારમાં નવા ઓળખ કાર્ડ ઇસ્યુ કરવામાં ના આવે તેમજ જૂના કાર્ડ રીન્યુ કરવામાં ના આવે તેવી રજૂઆત કરી છે.

સાંતલપુરનો રણ વિસ્તાર વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ રક્ષિત હોવા છતાં ભૂ માફીયાઓ દ્વારા અધિકારીઓ સાથે સાઠગાંઠ વેચી ખોટા લેબર કાર્ડ ઇસ્યુ કરાયાનો આક્ષેપ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...