તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ખાનગી શાળા-કોલેજોમાં 50 ટકા ફી માફ કરવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ હોઈ ફીમાં રાહત આપવા NSUI દ્વારા કલેક્ટરને આવેદન

પાટણમાં ખાનગી શાળા અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ હોય તેમજ કોરોના મહામારીના કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય વિદ્યાર્થીઓને 50 % ફી માફ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના કારણે ખાનગી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ હોય તેમજ હાલમાં વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય ખાનગી શાળા કોલેજોની ઊંચી ફી વાલીઓ ન ભરી શકતાં મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. સરકાર દ્વારા વાલીઓને રાહત મળે છે અને પોતાના બાળકોને યોગ્ય રીતે ભણાવી શકે તે માટે ખાનગી શાળાઓ અને કોલેજોમાં નવીન સત્રની લેવામાં આવી રહેલી ફી માં 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો દ્વારા સોમવારે કલેકટર સુપ્રિતસિંહ ગુલાટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...