તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ખાલી બેઠકો ભરવા એબીવીપી દ્વારા માંગ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાલી બેઠકો ભરવા એ.બી.વી.પી દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ - Divya Bhaskar
ખાલી બેઠકો ભરવા એ.બી.વી.પી દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ
  • નીચા પરિણામને લઈ બેઠકો ખાલી રહેતા સત્વરે ભરવા કુલપતિને રજૂઆત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં ખૂબ જ નીચું પરિણામ આવતા બેઠકો ખાલી રહી હોય આ બેઠક સત્વરે ભરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં 25 વિષયોમાં અંદાજે 600 જેટલી બેઠકો ઉપર બેઠકો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઓનલાઇન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી

જેમાં 10 ટકા પરિણામ આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થવાના કારણે બેઠકો ખાલી રહેવા પામી છે જેથી આ ખાલી રહેલી બેઠકો ઉપર યુનિવર્સિટી દ્વારા ફરી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે શનિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિ ડૉ. જે.જે.વોરાને રજૂઆત કરવામાં આવી હતી. કુલપતિ દ્વારા શરૂ થયેલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે તેવી હૈયાધારણ આપવા માં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...