• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Deficiencies In The Agency's Operations In The Management Of Patan's STP Plant Were Revealed, The Municipality Issued A Notice And Sought An Explanation.

આક્ષેપો બાદ એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી:પાટણના એસટીપી પ્લાન્ટના સંચાલનમાં એજન્સીની કામગીરીમાં ક્ષતિઓ બહાર આવી, પાલિકાએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય મેન્ટેનસ કરાતું ન હોવાનું તેમજ પાણીનું ટેસ્ટીંગ રોજરોજ થતું ન હોવાનું સામે આવ્યું
  • નોટિસનો ખુલાસો ન મળે ત્યાં સુધી એજન્સીના કોઇ ટેન્ડર માન્ય રખાશે નહી

પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નાં કોન્ટ્રાકટરની કામગીરીમાં અનિયમિતતા હોવાના આક્ષેપો થયા હતા. જે બાદ પાટણ પાલિકાના ઉપપ્રુમખ ધર્મેશ પ્રજાપતિ અને બે સદસ્યો મુકેશ પટેલ અને જયેશ પટેલની બનેલી તપાસ સમિતિએ આ મામલે તપાસ કરીને તેનો રિપોર્ટ સુપ્રત કર્યો હતો. જેમાં આ કોન્ટ્રાકટરની કેટલીક અનિયમિતતા જણાઇ હતી.
એસટીપીમાંથી કાદવ કાઢવામાં આવતો નથી
આ રિપોર્ટમાં એસ.ટી.પી.માં પાણી શુદ્ધ થતું નથી, અહીંની લેબોરેટરીમાં પાણીનું ટેસ્ટીંગ રોજરોજ થતું નથી, એસટીપીમાંથી સલબ (કાદવ) કાઢવામાં આવતો નથી. પ્લાન્ટનું યોગ્ય મેન્ટેનન્સ કરાતું નથી. તેમજ અત્રે કવોલીફાઇડ સ્ટાફ રખાતો ન હોવાથી કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું સામે આવ્યું હતું.
​​​​​​​​​​​​​​ચૂકવવાની રકમમાંથી 30% રકમ કાપવા નોટિસ
આ અંગે ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે, પાટણના એસટીપીનું મેન્ટેનન્સ અને નીભાવણી કરનારી એજન્સી ‘માઇક્રો લેઝર’ તેનાં ટેન્ડરના નિયમો પ્રમાણે કામગીરી કરતી નથી. તેની તપાસ સીમતિ રચાઇ હતી. આ રિપોર્ટ આધારે એજન્સીને નોટિસ આપવાની અને તેને ચૂકવવા પાત્ર રકમમાંથી 30% રકમ કેમ ન કાપવી? તેની આપવામાં આવેલી નોટિસમાં તેનો ખુલાસો ન આવે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા આ એજન્સીના કોઇપણ ટેન્ડર માન્ય રખાશે નહી.

અન્ય સમાચારો પણ છે...