છેતરપિંડી:પાટણના વેપારીના 1.84 કરોડ રૂપિયા ડૂબાડવા ડીસાની પેઢીના સંચાલકોએ નકલી ઈ-વે બિલ બનાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના 4 શખ્સો વિરૂદ્ધ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન માં એક વેપારીએ ડીસાના 4 શખ્સો વિરૂદ્ધ 1.84 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં રહેતા જયેશકુમાર કીર્તિલાલ મોદી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવે છે અને તેઓ 2017થી એન.પી. ઈન્ડસ્ટ્રીઝ સાથે વેપાર કરતા હોવાથી તેઓ વચ્ચે અરસ-પરસ માલની લે-વેચ અને રૂપિયાની લેતીદેતી પણ થતી હતી. પરંતું વર્ષ 2019 બાદ એન.પી. ઈન્ડસ્ટ્રીઝના સંચાલકોએ તેઓને પેમેન્ટ આપવાનું બંધ કરી દેતાં 1.84 કરોડ રૂપિયા રકમ બાકી રહેતી હતી. તેની જયેશકુમારે અનેક વખત ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત આપ્યા નહોતા.

બાદમાં પેઢીના સંચાલકોએ જયેશભાઈને કહી દીધું હતું કે અમે બધી વ્યવસ્થા કરી દીધી છે અને અમારે તમને કશું આપવાનું નીકળતું નથી. જેથી જયેશભાઈએ જીએસટી સંબંધિત દસ્તાવેજો ચકાસતાં આ એન.પી. ઈન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ફોર્મ 2-એ અને ફોર્મ 2-બી માં જયેશભાઈના નામે 1074 લાખ રૂપિયા ટેક્સ ક્રેડીટ મેળવી વધારાની બતાવતી હતી. જેથી જયેશભાઈએ વધુ તપાસ કરતાં આરોપીઓએ નકલી ઈ-વે બીલ બનાવી માલ મોકલ્યા વગર નકલી દસ્તાવેજ ઉભા કર્યા હતા.

જેથી તેઓએ અશોક રસીકભાઈ કાનુડાવાળા,ભરત કેશવલાલ કાનુડાવાળા, પિંકેશ અશોકભાઈ કાનુડાવાળા,નિલેશ ભરતભાઈ કાનુડાવાળા તમામ રહે. ડીસા ડિમ્પલ સિનેમા સામે, ચંદ્રલોક સોસાયટી, મું.ડીસા જિ. બનાસકાંઠા સામે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...