તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીની શોકસભા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓ, રાજકીય અગ્રણીઓ અને સંતોએ શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો

ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી અને તેમના મિત્રોનું માર્ગ અકસ્માતમાં નિધન થતા જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે. તેમને શોકાંજલિ આપવાનો કાર્યક્રમ પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયે ખાતે રવિવારે સાંજે યોજાયો હતો. આ પ્રસંગે જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે ભરત કોઠારી પાંજરાપોળના વહીવટ તથા સંચાલન માટે ઉદાહરણરૂપ હતા.

અહિંસક લોકો સામે અનેકવાર બાથ ભીડનાર, કોર્ટ-કચેરી-વકીલોના સેંકડો ચક્કર કાપવા છતાં અબોલ જીવોની રક્ષા વિષયે નમતું ન જોખનાર,પોતાની ઉપર કેટલાય કેસો અને અનેકવાર હુમલા થવા છતાં તેઓ હિમ્મત હાર્યા ન હતા. તેઓએ ગેરકાયદેસર પશુઓ લઈ જતીઆખી ટ્રેન આણંદથી પરત લાવી હતી. 1998માં મધ્યપ્રદેશના કુક્ષીનગરે જયન્તસેન સૂરી અને સંત કમલકિશોરજી નાગરની ઉપસ્થિતીમાં ભરતભાઈને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ શ્રદ્ધાંજલિ સભામાં નિતીનભાઇ મોરખીયા, ડૉ.હેમેન્દ્રભાઈ, ધીરુભાઈ શાહ, કમલેશભાઈ, તેમજ જીવદયાના કાર્યો માટે હંમેશા સક્રિય રહેનાર નિલેશભાઈ, પ્રકાશભાઈ, બંટીભાઈ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. પાલિકાનાં પુર્વ ઉપપ્રમુખ લાલેશ ઠક્કર અન્ય રાજકીય અગ્રણીઓ પુષ્પ અર્પણ કર્યા હતા.પાલિકા નાં ચીફ ઓફિસર વહીવટદાર પાંચાભાઈએ શોક સંવેદના વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો