સ્નેહમિલન:પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના કાર્યાલય ખાતે દિપાવલી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણની વિશ્વ ફલક પર ઓળખ આપનારા આનંદીબેન પટેલના વિકાસ કાર્યોને આગળ ધપાવવા સાંસદે કટિબદ્ધતા વ્યક્ત કરી રાજકીય આગેવાનો, કાર્યકરો, વેપારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી

પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કાર્યાલય ખાતે નૂતન વર્ષની શુભકામના વ્યક્ત કરવા ભાઈ બીજના પવિત્ર દિવસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, તબીબો સહિત પાટણના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા આયોજિત આ દિપાવલી સ્નેહ મિલન સમારોહ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મોહન પટેલ, પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી, એમ કે એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન મુકેશ પટેલ સહિત પાટણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો શહેરના નગરજનો સહિતના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એક બીજાનું મોં મીઠું કરી નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...