પૂજા:દીપાવલીએ પાટણના ભાગવત કથાકાર દ્વારા પૌરાણિક વેદ,પુરાણ,શાસ્ત્રોની પૂજા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે 300 વર્ષ પુરાણા હસ્તલિખિત ગ્રંથો પણ સચવાયેલા છે

દિપોત્સવ પર્વ નિમિત્તે પાટણના પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા વર્ષોથી માં સરસ્વતીની ઉપાસના તમામ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથો, નિતી અને સ્મૃતિ વગેરે ગ્રંથસ્વરૂપમાં સરસ્વતીની મહાપૂજા દ્વારા કરવામાં આવી હતી. તેમના ત્યાં આશરે 300 વર્ષ પુરાણા હસ્તલિખિત અનેક અલભ્ય ગ્રંથનો સંગ્રહ છે.

શ્રીમદ્ ભાગવત, શ્રી શિવપુરાણ, લીંગપુરાણ, માકૅડેયપુરાણ, નારદપુરાણ, વિષ્ણુ પુરાણ, બ્રહ્મવૈવર્તકપુરાણ, ગરૂડ પુરાણ,વાલ્મીકિ રામાયણ, તુલસીકૃત રામાયણ, ગિરધરકૃત રામાયણ, યોગવાસિષ્ઠ રામાયણ, મનુસ્મૃતિ, મહાભારત, બ્રહ્મસૂત્ર, નારદભક્તિસૂત્ર,પારસ્કરગૃહ્યસૂત્ર, નિતીશતક, વિદૂરનિતી, ગર્ગસંહિતા, વિવેકચૂડામણિ, નિર્ણયદિપીકા, યજુર્વેદ સંહીતા, બધા જ ઉપનિષદો, ગોત્ર પ્રવર તથા 311 વર્ષ પુરાણી હસ્તલિખિત પ્રતો વગેરે દુર્લભ વૈદિક પૌરાણિક સાહિત્ય સ્વરૂપે પૂજનમાં મૂકવામાં આવે છે. સરસ્વતી માના અનેક સ્વરૂપો બિરાજિત છે તેવું દિલીપભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...