તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાના કેસો વધતા જનરલ હોસ્પિટલ પાટણ ખાતે ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

પાટણ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ શહેરના કોરોના સંક્રમિત દર્દીઓને મળી રહેશે સારવાર

સમગ્ર રાજ્ય અને પાટણ જિલ્લામાં કોવિડ-19ના કેસોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ-19નું સંક્રમણ કાબૂમાં રહે અને સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે પાટણ જિલ્લામાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીથી કોરોના મહામારી અટકાયતના પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે 6 એપ્રિલથી ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

પાટણ શહેરના નાગરિકો કે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય એમની સારવાર આ કેર સેન્ટરમાં કરવામાં આવશે. મુખ્ય જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ. અરવિંદ પરમારે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ પાટણમાં 30 બેડ ધરાવતું અદ્યતન સુવિધાયુક્ત કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 18 બેડ ઓક્સિજન સુવિધાયુકત, 6 બેડ આઈ.સી.યુ.ની સગવડવાળા અને 6 બેડ સ્ક્રીનીંગ બેડ એટલે કે સામાન્ય કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે છે. આ સાથે ડૉ. અરવિંદ પરમારે પાટણ શહેરના કોરોના સંક્રમિત દર્દીઓને આ સુવિધાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સિવિલ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના કુલ 152 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, અહીં નિયમિત રીતે સરકારની સૂચના પ્રમાણે કોરોના પ્રતિકારક રસી આપવામાં પણ આવી રહી છે.અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં કુલ 8350 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના કોરોનાના દર્દીઓને ધનિષ્ઠ સારવાર મળી રહે એ માટે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો