કારોબારી બેઠક:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીના MBBS ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલા દોષિતોને ચાર્જશીટ ફટકારવાનો નિર્ણય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ ના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે દોષિતોને સજા કરવા માટે આજરોજ યુનિવર્સિટી ખાતે સરકાર ના પ્રતિનિધિ તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગ ના નાયબ નિયામક મહેશ ભાઈ મહેતા ની ખાસ ઉપસ્થિત માં કારોબરી સમિતિ ની બેઠક મળી .આ બેઠક માં કુલપતિ સ્વેચ્છાએ બહાર નીકળી ગયા બાદ કાર્યવાહી શરૂ થઈ હતી જેમાં દોષિતોને ચાર્જશીટ ફટકારવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો .

આજરોજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના વહીવટી ભવન ખાતે કુલપતિ ડો .જે .જે. વોરા ની અધ્યક્ષતા માં કારોબારી સમિતિ ની બેઠક ઓનલાઈન ઓફલાઈન મળી હતી જેમાં સૌ પ્રથમ બેઠકમાં છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર બેઠેલા એન.એસ.યુ.આઇ.ના જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર અને વિદ્યાર્થીઓ ની ઓનલાઇન પરીક્ષા અંગે ની રજૂઆત સાંભળવામાં આવી હતી . જેમાં એનએસયુઆઈ ના દ્વારા આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષા ઓફલાઈન ના બદલે ઓનલાઇન લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ સભાની કાર્યવાહી ચાલુ થઈ હતી.

જેમાં કારોબારી સમિતિની તારીખ : 29 / 11 / 2021ના રોજ મળેલ સભાની કાર્યનોંધને બહાલી આપવા અંગે ચર્ચા થઈ હતી .તેમજ સૌ ની નજર જે મુદા પર તેવી યુનિવર્સિટીની જૂન જુલાઈ -2018 ની F.Y. M.B.B.S , પરીક્ષાના પુનઃ મૂલ્યાંકન ની કામગીરીના તબક્કે બેઠક નં . — 391 , 392 અને 406ના પરિણામમાં ગુણ સુધારણાની વિસંગતતા બાબતે સરકારના તપાસ અધિકારી એ કરેલ ભલામણોને રાજય સરકાર દ્વારા સ્વીકારી મંજૂરી આપવામાં આવેલ છે અને પુનઃ મુલ્યાંકનના તત્સમયના કન્વિનર અને પુનઃ મુલ્યાંકનની કામગીરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવા બાબતના સંયુકત કમિશ્નર , ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના તારીખ : 12/11/2021 અને તારીખ : 24 / 11 / 2021ના પત્ર પર વિચારણા કરવા બાબત ની કાર્યવાહી શરૂ થતાંજ કુલપતિ ડો વોરા બેઠક માંથી બહાર નીકળી ગયા હતા .

તેમની ગેરહાજરી માં તેમની અને તે સમયે પરીક્ષા નીંકામગીરી માં રોકાયેલ સ્ટાફ સામે કાર્યવાહી કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ કારોબારી સમિતિ દ્વારા MBBS કૌભાંડ મામલે દોષીતો ને ચાર્જશીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .આ ઉપરાંત આજની બેઠક માં યુનિ ખાતે પ્રોફેસર ( CAS ) તરીકે ફરજ બજાવતા ડૉ . કોકીલાબેન એ . પરમાર ધ્વારા નામ ગુજરાત હાઈકોર્ટ , અમદાવાદ ખાતે RCC4 NO.7648 / 2009 & RILPA NO.728 of 2017 થી દાદ માંગેલ ઉપરોકત દાદ સંદર્ભે નામ.ગુજરાત હાઈકોર્ટ , અમદાવાદના તા .20 / 03 /2021ના રોજ આવેલ ચુકાદા સામે નામ . સુપ્રિમ કોર્ટમાં અપિલ કરવાના તારીખ :1909/2021ની કારોબારી સમિતિના ઠરાવ નં . 82 પર પુનઃ વિચારણા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી .

આજરોજ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી સમિતિના સભ્ય શૈલેષભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી ,અનિલભાઈ નાયક ,અજયભાઈ શ્રોફ , હરેશભાઈ ચૌધરી , સ્નેહલભાઈ પટેલ , ડો. નિશિત ભટ્ટ સહિતના સભ્યો યુનિવર્સિટીના રજીસ્ટાર ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

હું સ્વેચ્છાએ બેઠકમાંથી બહાર નીકળી ગયો : કુલપતિઆજરોજ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે સરકાર દ્વારા કરાવવામાં આવેલ તપાસ બાદ રજુ થયેલા તપાસ અહેવાલ ના આધારે આ કેસમાં સંડોવાયેલા દોષિતો સામે કાર્યવાહી કરવા અંગે આજની બેઠકમાં નિર્ણય કરવાનો હતો .ત્યારે આજની બેઠકમાં ગુણ સુધારણા કૌભાંડ ના મુદ્દાની ચર્ચા શરૂ થતા કુલપતિ .ડો જે જે વોરા દ્વારા કુદરતી ન્યાયનો સિદ્ધાંત અનુસાર પોતે સ્વેચ્છાએ જ સભામાંથી બહાર નીકળી ગયા હતા તેમ તેમણે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ સમયે પુનઃ મૂલ્યાંકનની કામગીરી થઈ તે સમયે કુલપતિ ડોક્ટર જે વોરા પરીક્ષા મૂલ્યાંકન સમિતિના કન્વીનર હતા. ત્યારે તેમની સામે જ આજની બેઠકમાં કાર્યવાહી થવાની હોય તેઓ જાતે જ બેઠકમાંથી બહાર નીકળી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે .

દોષિતો ને ચાર્જશીટ આપવામાં આવશે : મહેશભાઈ મહેતાઆજરોજ યુનિવર્સિટી ખાતે સરકાર ના પ્રતિનિધિ તરીકે ઉચ્ચ ખાસ હાજર રહેલા શિક્ષણ વિભાગ ના નાયબ નિયામક મહેશ ભાઈ મહેતા એ જણાવ્યું હતું કે MBBS ની પરીક્ષા ના ગેરરીતિ ના કેસ માં તપાસ સમિતિ એ રજૂ કરેલા અહેવાલ માં જે દોષીતો છે તેમને ચાર્જ શીટ આપવામાં આવશે તેમજ કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ દોશીતો ને સાંભળવામાં આવશે અને તેમના જવાબો રજૂ થયા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

કૌભાંડ મામલે કન્વીનર અને કામગીરી સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.ચાર્જશીટ તૈયાર કરાવી 15 દિનમાં બચાવ પક્ષ રજૂ કરવા તક આપ્યા બાદ ચાર્જશીટમાં દોષિત ઠરેલા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું બેઠકના અધ્યક્ષ ઇસી સભ્ય દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...