તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ ટૂંકાવવાનો ટ્રસ્ટી મંડળનો નિર્ણય

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રામાં માત્ર પ્રતિકાત્મક 11 ઝાંખી રાખવામાં આવશે: મંજૂરી માટે સરકાર માં અરજી આપી

અષાઢી બીજે પાટણ શહેરમાં જગન્નાથ ભગવાનની 139 મી રથયાત્રા કાઢવા માટે જગદીશ મંદિર ટ્રસ્ટે બુધવારે મંજૂરી માટે સરકારમાં મુખ્યમંત્રી તેમજ સ્થાનિક તંત્રને અરજી આપવા માટે તજવીજ હાથ ધરી હતી કોરોના ના કારણે રથયાત્રાનો રૂટ ટૂંકાવી દેવાનો અને માત્ર પ્રતિકાત્મક ઝાખી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય માટે જગદીશ મંદિર ટ્રસ્ટની મિટિંગ પણ મળી હતી.

પાટણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા માટે ટ્રસ્ટી મંડળ ની બેઠક મળી હતી જેમાં કોરોના ના કારણે રથયાત્રાનો રૂટ ટૂંકાવી જગદીશ મંદિરથી હિંગળાચાચર ચતુર્ભુજબાગ જુના ગંજ બજાર થઈ ઘીમટા ના નાકે થઈ નિજ મંદિર રથયાત્રા લાવવાનો નિર્ણય લેવાયો છે.

રથયાત્રામાં દર વર્ષે 125 જેટલી ઝાંખી હોય છે પરંતુ આ વખતે માત્ર પ્રતિકાત્મક 11 ઝાંખી રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ યાત્રા ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી દર વર્ષની જેમ બપોરે 2:00 રથયાત્રા પ્રસ્થાન કરાવવાનો નિર્ણય લીધો છે. તેમજ સરકારનીગાઇડલાઇન ને ધ્યાને રાખી રથયાત્રા કાઢવા ટ્રસ્ટી મંડળે તૈયારીઓ બતાવી છે. રથયાત્રા કાઢવા મંજૂરી માટે બુધવારે સરકારમાં અરજી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...