• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Decision Of Fate Of 463 Candidates Of 152 Seats Of 157 Gram Panchayats Of The District And 968 Candidates Of 422 Ward Seats

આજે મળશે ગામની સરકાર:જિલ્લાની 157 ગ્રામ પંચાયતના સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો ફેંસલો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં યોજાયેલી 157 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 2,85,704 મતદારો પૈકી 2,32,248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 81.90 ટકા મતદાન થયું હતું.

પાટણ જિલ્લામાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 417 મતદાન મથકો પર મતદાન થયું હતું. જેમાં પાટણ તાલુકામાં કુલ 13201, સરસ્વતીમાં કુલ 20949, સિદ્ધપુરમાં કુલ 39543, ચાણસ્મામાં કુલ 1061,5 હારિજમાં કુલ 14091, સમી તાલુકામાં કુલ 26654, શંખેશ્વરમાં કુલ 17166, રાધનપુરમાં કુલ 56958 અને સાંતલપુર તાલુકામાં કુલ 33071 મતદારો મળી કુલ 232248 મતદારોએ મત આપ્યા હતા. આ ઉપરાંત સાંતલપુર તાલુકાના સાદપુરાની પેટા ચૂંટણીમાં 2129 પૈકી 1810 મતદારોએ મતદાન કરતા 85.02 ટકા મતદાન થયું હતું.

બપોરે બે વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થશે
પાટણ જિલ્લાના દરેક તાલુકા મથક પર સવારે 9:00 કલાકથી મત ગણતરીનો પ્રારંભ થશે. જ્યાં કાઉન્ટિંગમાં મત ગણતરી સુપરવાઇઝર, મતગણતરી મદદનીશ અને અન્ય સ્ટાફ મળી 450 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાશે. સૌપ્રથમ મત પેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મત પત્ર અલગ કરવામાં આવશે. ત્યારબાદ બંનેની જુદી જુદી ગણતરી થશે એક ગ્રામ પંચાયતની ગણતરી થતા એકથી દોઢ કલાક જેટલો સમય લાગશે. અંદાજે બપોરે 2:00 સુધીમાં તમામ ગ્રામ પંચાયતનું પરિણામ આવી જશે. > એન.ડી પરમાર, નિવાસી અધિક કલેકટર

અન્ય સમાચારો પણ છે...