કારોબારી બેઠક:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતમાં હવે નવીન એમએસસી કોલેજ મંજૂર નહીં કરવાનો નિર્ણય

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી બેઠક કુલપતિની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં વહીવટી કામોની મંજૂરી સહિત હાલમાં ઉ. ગુ માં કાર્યરત સંલગ્ન એમએસસી કોલેજોમાં પૂરતો પ્રવેશ થાય માટે નવી કોલેજો મંજૂર ના કરવા સહિતના મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી ખાતે મંગળવારે કુલપતિ ડૉ. રોહિત દેસાઈની અધ્યક્ષતામાં વહીવટી ભવન ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં કેમ્પસના વિભાગોમાં ઉનાળાના આરંભે વિદ્યાર્થીઓ માટે આરો પ્લાન્ટ નાખવાના કામને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વહીવટી ખર્ચ અને કામો અંગે ચર્ચા બાદ મંજૂરી અપાઇ હતી.

નવીન કોલેજો શરૂ કરવા માટે આવેલી બે અરજીઓ ઉપર LIC કમિટી મુકાઈ હતી. તેમજ બે નવીન એમએસસી કોલેજો તેમજ ભાભર ખાતે નવીન આર્ટસ કોલેજ મંજૂર કરવામાં આવી હતી. સાથે કારોબારી કમિટી દ્વારા સંલગ્ન ઉત્તર ગુજરાતમાં કાર્યરત એમએસસી કોલેજોમાં પોતાના વિસ્તારોમાંથી યોગ્ય સંખ્યામાં પ્રવેશ મળી રહે માટે હવે યુનિવર્સિટી સંલગ્ન નવીન એમએસસી કોલેજો મંજૂરી ના આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં વિસ્તારની જરૂરિયાત ઊભી થાય તો પ્રાથમિક્તા જોઈ મંજૂરી માટે નિર્ણય લેવાશે. ઉપરાંત અમદાવાદના પુનવૃત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતી કાટકરે ભારતીય શિક્ષણમાં ગુરુકુળ શિક્ષણ પ્રથાઓનું મહત્વ પુનઃ પ્રસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરી રહ્યા હોય ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર વિશેષ કામગીરી માટે યુનિવર્સિટી દ્વારા ડી.લીટની પદવી એનાયત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં રજીસ્ટ્રાર ડૉ.ચિરાગ પટેલ ,ઈસી સભ્ય શૈલેષ પટેલ અનિલ નાયક દિલીપ ચૌધરી દિલીપ પટેલ સાહિતના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...