તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેહદાન:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક કાન્તિભાઇ પટેલનું નિધન થતાં દેહદાન

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ દેહનું મેડિકલ રિસર્ચ માટે દાન કરાયું

પાટણના યશ બંગ્લોઝમાં રહેતા મુળ લણવાના વતની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક કાન્તિભાઈ બબલદાસ પટેલનું 3 જુન 21 ના રોજ અવસાન થતાં સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ તેમના દેહનું મેડિકલ રીસર્ચ માટે દાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સિદ્ધપુર ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

પટેલ કાન્તિભાઈ અને તેમના પત્ની શાંતાબેન દ્વારા પોતાના પુત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક પાટણ સ્ટેટ બેન્કના પૂર્વ મેનેજર વિનોદભાઈ સમક્ષ મૃત્યુના અનેક વર્ષો પહેલાં દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને પોતાની હયાતીમાં જ ભરી આપેલ સંમતિ પત્ર અનુસંધાને પિતાના મૃતદેહને અમદાવાદ સિવિલ ફોરેન્સિક લેબોરેટરીમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે મોકલી આપી રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું.અને અન્યને પણ દ.હદાન કરવા પ્રેરણા આપી હતી. સ્વ.કાન્તિ ભાઈ પટેલના દેહના જરૂરી અવયવોના દાન બાદના પાર્થિવ શરીરને સિદ્ધપુર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સદગત સ્વયંસેવકે પોતાના પૂત્ર વિનોદભાઈને પણ શિશુ અવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મોકલ્યા હતા. અયોધ્યા કારસેવામાં જવા માટે પોતાની રજાચિઠ્ઠીમાં કારસેવા જવામાટે રજા આપવાની સ્પષ્ટ માંગણી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...