તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે મોત:ચાણસ્માના વડાવલી ગામે બોરના હોજમાં ડૂબી જતાં યુવાનનું મોત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરો કાઢવા જતાં પગ લપસતાં યુવાન પાણીમાં ગરકાવ થયો.
  • હોજ ઉંડો હોઈ યુવાન પાણીમાં ગરકાવ, પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે સીમ વિસ્તારમાં સિંચાઈ કરી રહેલા યુવાનનો બોરના હોજમા પગ પડતાં ગરકાવ થઇ જતા ડૂબી જવાથી મોત થયું હતું. મૃતકના ભાઈએ અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.વડાવલી ગામે રહેતા સતીશભાઇ પહેલાદ ભાઈ પટેલ (ઉ. વ.30) શનિવારે સવારે વડાવલી ગામની સીમમાં આવેલા ખેતરમાં સિંચાઈ કામ ચાલતું હોય ત્યારે બોરની હોજમાં કચરો હોય તેને દૂર કરવા સારું જોતા અચાનક તેમનો પગ લપસતા પાણીમાંં ગરકાવ થઇ ગયો હતો.

હોજ ઉંડો હોવાના કારણે તેઓનું ડૂબી જવાથી મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઇ જીગ્નેશભાઈ પ્રહલાદભાઈ પટેલે અકસ્માતે મોતની નોંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...