તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસનો વિષય:સાંતલપુરના કોરડામાં ઝેરી ઘાસ ખાતાં 4 ભેંસોનાં મોત

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુરના કોરડા ગામે ઝેરી દવા ખાઈ જતા ચાર ભેંસોના મોત થયાં હતાં. પડતર જમીનમાં ઘાસચારો ચરી રહેલી ભેંસોના ઝેરી દવા ખાવાને કારણે મોત થયાનું બહાર આવ્યું છે. ગામ લોકોએ તાત્કાલિક તલાટી તેમજ પશુ ડોકટરને બોલાવી તપાસ કરવામાં આવી હતી. કોરડામાં ઝેરી દવા ખાવાના કારણે મલેક સલીમખાન હુસેન મહમદખાન, મલેક જોરાવરખાન હુસેન મહમદખાન, મલેક હસમતખાન હુસેન મહમદખાન અને મલેક ભોજરાજજી એલમખાનની ભેંસોના મોત ઝેરી દવા ખાવાના કારણે થયા છે. પરંતુ આ ઝેરી દવા કોના દ્વારા કેમ મુકવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે.

તેમજ જે જગ્યા પર ભેંસોના ઘાસચારા ખાવાને કારણે મરણ થયા તે જગ્યા પણ માલિકી ને છે કે પડતર છે તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે. પશુપાલકો દ્વારા કેટલાક તત્વો વિરુદ્ધ નનામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તલાટી યોગેન્દ્રસિંહે જણાવ્યું કે ચાર ભેંસોના મોત થયા છે. પશુપાલકો પણ કહી રહ્યા છે કે ભેંસોના મોત ઝેરી દવા ખાવાથી થયા છે. શનિવારે પશુ ડોકટર દ્વારા પીએમ કરશે ત્યારે જ ભેંસોના મોત કેવી રીતે થયા તેની ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...