પાટણ શહેરની શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણમાં અભ્યાસની સાથે સાથે ખેલ કૂદની સ્પર્ધાઓમાં બધિર બાળકો સખ્ત મહેનત કરી અમદાવાદ ખાતે યોજાયેલા સ્પે.બધિર ખેલાડીઓ માટેની રાજ્ય કક્ષાએ 100મી, 200મી, 400મી, 800મી તેમજ ચક્ર, બરસી ફેંક જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે કુલ દશ મેડલ જીત્યા હતા.
સ્પર્ધામાં વાઘરી કરિશ્મા, ઘાંચી મારીયા, ડોસાણી કોમલ, વણકર જયશ્રી, પટેલ ભારતી અને ઠાકોર પૂજા. આ છ બધિર દીકરીઓએ મળીને બે ગોલ્ડ, ત્રણ સિલ્વર, અને પાંચ બ્રોન્ઝ સાથે કુલ દશ મેડલ મેળવી ગુજરાતમાં પાટણ જિલ્લાને તથા બહેરા મૂંગા શાળા પાટણને ગૌરવ અપાવ્યું છે.
શાળાના ઘેમરભાઇ દેસાઈ, કોચ અંકીત વાઘેલા, રાહુલ સલાટ દ્વારા બધિર ખેલાડીઓને સતત કોચિંગ-માર્ગદર્શનના પરિણામે ખેલાડીઓ એ સુંદર દેખાય કર્યો છે.શાળાના મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટી અધિકારી ઉષાબેન બૂચ, કુસુમબેન ચંદારાણા, ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર દ્વારા વિજેતા ખેલાડીઓ તથા નવનિયુક્ત આચાર્ય ઘેમરભાઇ દેસાઈ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિવિધ સ્પોર્ટસ કીટ ના દાતા આશિષ સાલવી,સુજલ પટેલ અને પ્રશાંત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અગાઉ જિલ્લા કક્ષાએ સ્પે.ખેલ મહાકુંભમાં પણ બહેરા મૂંગા શાળા પાટણના ખેલાડીઓ એ છ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે કુલ પંદર નંબર મેળવી યાદગાર દેખાવ કર્યો છે.આ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ મેડલ, સર્ટીફીકેટ તથા કુલ મળીને લગભગ રુપિયા એક લાખ સાત હજાર ઇનામ ગુજરાત સરકાર તરફથી મેળવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.