હાલાકી:પાટણના અંબાજી નેળિયામાં રાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં રસ્તા પર અંધારપટ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ અને રહીશોની સુરક્ષાને ધ્યાને લઇ સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવા માંગ

પાટણ શહેરમાં 10 હજારથી વધુ પરિવારો વસવાટ કરતા અંબાજી નેળિયાના મુખ્ય માર્ગ પર રાત્રી દરમ્યાન પાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા રસ્તા પર અંધારપટ છવાઈ જતા રહીશો સહિત મહિલાઓને વિસ્તારમાં હરવા ફરવા ઉપરાંત પસાર થવામાં ભારે હાલાકી પડી રહી હોય સત્વરે પાલિકા દ્વારા મહિલાઓ અને રહીશોની સુરક્ષાને ધ્યાને લઇ સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં અંબાજી નેળિયા વિસ્તારમાં મુખ્ય પ્રવેશ રોડ પર પાલિકા દ્વારા લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો રાત્રી દરમ્યાન બંધ રહેતા રસ્તા પર અંધારપટ છવાઈ જતા સામેથી આવતા લોકો કે રખડતા ઢોર કંઈ પણ દેખાતું ન હોય રાત્રી દરમ્યાન ઉનાળામાં રાત્રે ઘરની બહાર હરવા ફરતા લોકોને રસ્તા પર પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે.મોટી સંખ્યામાં મહિલાઓ રાત્રી દરમ્યાન બહાર નીકળતી હોય અંધારામાં કોઈ ઘટના બનવાનો ભય ઉભો થવા પામ્યો છે.

સુરક્ષાને નજરઅંદાજ કરી સ્ટ્રીટ ચાલુ ન રાખતા રાહીસજોમ પાલિકા સામે રોષ જોવા મળ્યો છે. સત્વરે પાલિકા દ્વારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો રાત્રી દરમ્યાન ચાલુ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી.પાલિકા પ્રમુખ સ્મિતા પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઈટ બંધ મામલે કોઇ રજુઆત આવી નથી છતાં કર્મચારીઓને લાઈટ ચાલુ થઈ જાય માટે સૂચના આપીશું.

અન્ય સમાચારો પણ છે...