સમસ્યા:ચાણસ્મા મહેસાણા હાઈવે પર ખાડા પડતાં હાલાકી, અકસ્માતનો ખતરો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ ખર્ચાયેલા રૂ. 25 લાખ પાણીમાં ગયા, 10થી 15 કિમી અંતરમાં ગાબડાં
  • ડામરને​​​​​​​ આરસીસીમા કન્વર્ટ કરવામાં આવે તો ખર્ચ દોઢ ગણો થાય સામે આયુષ્ય ત્રણ ઘણું વધી શકે છે

વરસાદથી ચાણસ્મા મહેસાણા હાઈવે ભયજનક રીતે ધોવાઈ ગયો છે. 25 કિ.મી અંતર પૈકી દશથી પંદર કિ.મીમાં ગાબડા સર્જાતા વાહનો પટકાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ વેત જેટલા ખાડા પડ્યા છે. ઝિલીયા લણવા અને ધિણોજ પાસેના પુલ ઉપર પણ ચારથી પાંચ ડેમેજ છે. પાટણ અને મહેસાણા જિલ્લાની હદના બોર્ડ બોર્ડ નીચે જ બંને જિલ્લાની હદમાં ધોવાણ છે. છેક પાંચોટ સુધી રસ્તો ખરાબ થઇ ગયો છે. વર્ષ 2018માં વ્યાપક અંદાજે રૂપિયા 25 લાખના ખર્ચે રોડની મરામત કામગીરી થઈ હતી આ પછી બે વર્ષ અગાઉ રિસરફેસ કામગીરી કરાઈ હતી. પરંતુ ચાલુ સાલે ફરીથી રસ્તાની દુર્દશા સર્જાઈ છે.

માર્ગ-મકાન વિભાગના સૂત્રોના મતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના હસ્તક પાટણથી મહેસાણા સુધી આરસીસી ફોરલેનની પ્રોસેસ ચાલી રહી છે. રસ્તો આરસીસી કરાય તો ડામર કરતા દોઢ ગણો ખર્ચનું અનુમાન કરી શકાય જ્યારે સામે ડામર રોડનું આયુષ્ય વધુમાં વધુ સાત વર્ષ સુધીનું હોય છે. આરસીસીમાં ઓછામાં ઓછું 20 વર્ષ જેટલું ટકાઉ થઈ શકે છે. રસ્તા મજબૂત કઈ અને ટકાઉ બને તે માટે તજજ્ઞ એન્જીનીયરોના અભિપ્રાય સાથે આયોજન કરાય તેવો મત પાટણના એક નિવૃત અધિકારીએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...