અકસ્માતનો ભય:ઝઝામ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલનો પુલ જર્જરીત બનતાં અકસ્માતનો ભય

વારાહી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિધાડા-સૂઇગામ હાઇવે પરનો પુલ તાત્કાલિક રિપેર કરવા માંગ

સિધડા-સુઈગામ હાઈવે પર આવેલ ઝઝામ ગામ નજીક પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ પર બનાવેલ પુલ જર્જરિત બનતા વાહન ચાલકો માટે જોખમી બની જવા પામ્યું છે.કચ્છ અને રાજસ્થાનને જોડતા સિધાડા-સૂઇગામ હાઇવે પર આવેલ સાંતલપુર તાલુકાના વણોસરીથી ઝઝામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ ઉપર બનાવેલો પુલ પર છેલ્લા કેટલાક સમયથી મોટા ગાબડાને કારણે પુલ જર્જરિત બની જવા પામ્યો છે.

પુલના છેડા પર પડેલ ગાબડામાંથી લોખંડ પણ બહાર નીકળી જવા પામ્યું છે જેને લઇને પુલની કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. કચ્છથી રાજસ્થાન જવા માટે ટુંકો માર્ગ હોવાને લીધે અહીથી ભારે માલ વાહક વાહનો પસાર થતા હોવાને કારણે પુલની નબળાઈને કારણે અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ પરના જર્જરિત બનેલા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...