તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાજરની ખેતી કરતા પાટણના ખેડૂતો માથે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મોડું વાવેતર અને ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતોને ગાજરની ખેતીમાં નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્પાદનમાં ઘટાડો અને ઓછા ભાવના કારણે આ વિસ્તારમાં ખેડૂતોને ગાજરની ખેતીમાંથી રસ ઘટતા વાવેતર ઘટવા માંડ્યું છે. ત્યારે સરકારે ગાજરનું મેન્યુફેક્ચર કરી તેમાંથી પ્રોડક્ટ બનાવવાનો પ્રોજેક્ટ સ્થાપવો જોઈએ. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને પાટણમાં ગાજરની ખેતી જળવાઈ રહે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.
પાટણ પંથકમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી ગાજરની ખેતીમાં ઉત્પાદન ઘટયું છે. તેમજ ક્વોલિટી પર માઠી અસર પડી છે. ઉત્પાદન ઘટતા એક વીઘા જમીનમાંથી 150ના બદલે માત્ર 75 બોરી ગાજરનું ઉત્પાદન મળી રહ્યું છે. જથી શાકમાર્કેટમાં પણ ગાજરનો જથ્થો ઓછો આવી રહ્યો છે. ગયા વર્ષે રોજ 3000 બોરી જથ્થો આવતો હતો. ત્યારે હાલ 2100 બોરી જથ્થો આવી રહ્યો છે. શાકમાર્કેટ વેપારી એસોના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું કે આ વખતે ક્વોલિટી પર પણ માઠી અસર થયેલી છે ઠંડી ન પડવાના કારણે ગાજરનો વિકાસ ઓછો થયો છે.
પહેલાં પાટણનાં ગાજર મોખરે હતાં
વેપારીએ જણાવ્યું હતું કે પહેલા પાટણનું ગાજર મોખરે હતું. છેક મુંબઈ, નાસિક, કલ્યાણ, પુના, ધુલિયા, ઔરંગાબાદ સુધી પાટણથી ગાજર જતું હતું. પરંતુ હવે ક્વોલિટી સારી આવતી ન હોવાથી ત્યાં પહોંચતા સુધી ગાજર બગડી જાય છે.
પાટણનાં ગાજર બહારના માર્કેટમાં વેચાય છે
ગાજરની સિઝન ડિસેમ્બરથી શરૂ થાય છે. માર્ચ સુધી ચાર માસ સુધી ચાલે છે. પાટણ આસપાસના રૂની, માતરવાડી, વામૈયા, ગોલાપુર, બોરસણ, હાસાપુર, પાટણ, રાજપુર, કતપુર સહિતના ગામમાં ગાજરનું વાવેતર થાય છે. આ વિસ્તારના ગાજર બરોડા, સુરત, અમદાવાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર અને રાજકોટ સુધી જાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.