સરસ્વતી તાલુકાના હૈદરપુરા ખોડાણા ત્રણ રસ્તા પાસે પીકઅપ ડાલુ પલટી મારી જતાં હૈદરપુરાના ખેડૂત ડાલાને ઉભુ કરાવવા મદદ કરવતાં ડાલને બાંધેલું દોરડું ખેડૂતના હાથમાં ફસાઈ જતાં ડાલાના ચાલકે ગાડી ચાલુ કરતા ખેડૂત ગાડીની પાછળ ઘસડાતા તેમને ઈજાઓ થઈ હતી.
હૈદરપુરા ગામના સબીરભાઈ રહીમભાઈ મરેડિયા રિક્ષામાં સાંજના સમયે કોઇટાથી હૈદરપુરા જતા હતા. ત્યારે હૈદરપુરા ખોડાણા ત્રણ રસ્તા પાસે પીકઅપ ડાલુ પલટી મારી ગયેલું હતું તેઓ પિકઅપ ડાલાને ઉભુ કરાવવા માટે મદદ કરી ડાલાને ઉભું કરાવ્યું હતું.
પિકઅપ ડાલાને બાંધેલો રસ્સો સબીરભાઈના હાથમાં ફસાઈ જતાં ડાલાના ચાલકે ગાડી ચાલુ કરતા સબીરભાઈ ડાલાના પાછળ ઘસડાતાં ખભામાં ઇજાઓ થવા પામી હતી જેને પગલે સબીરભાઈ એ વાગડોદ પોલીસ મથકે પિકઅપ ડાલા ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની તપાસ કરતા પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એક ગાડી બીજી ગાડી થી રસ્સો બાંધી ખેંચી રહ્યા હતા તે વખતે અચાનક રસ્સો તૂટી જતા સબીરભાઈના હાથે વીટાઇ ગયો હતો અને તેમના હાથના ખભા પર ઇજા થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.