માનવતા મહેકાવી:પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનનું પર્સ ગુમ થતા ડેરી માલિકે પરત કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્સમાં ઓરિજનલ ડોક્યુમેન્ટ અને કિંમતી સામાન હતો

પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક આવેલા રશિયનનગરમાં માનવતા મહેકાવતું એક ઉત્તમ કામ ડેરી પાર્લરના માલિક દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારના ડોક્યુમેન્ટ અને કિંમતી સામાન ગુમ થયો હતો. જે આ ડેરી માલિકને મળતા તેઓએ આ યુવાનને પરત આપ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હિંમતનગરના માધફળી ગામેથી રોનકસિંહ વિનોદસિંહ પરમાર નામનો યુવાન ભરતીની પરીક્ષા આપવા માટે પાટણ આવ્યો હતો. ત્યારે પોતાનો સામાન લઈને આ યુવાન રશિયનનગર ખાતે રોકાયો હતો. જ્યાં પોતાના ભરતી પક્રિયા પુરી થયા બાદ ઘેર જવાના સમયે રશિયનનગર બહાર આવેલી જય ગોગા ડેરી પાર્લર ઉપર ચા પીવા માટે બેઠા હતા અને ત્યારબાદ પોતાના પાસે રહેલી બેગ પાર્લર ઉપર જ ભૂલી પોતાના વતન પહોંચી ગયો હતો.

ત્યારબાદ પાર્લરના માલિક પ્રમોદ ઠક્કરને ધ્યાને આવતા સ્થાનિક રહીશ ધવલભાઇ સુતરીયા અને ચિંતનભાઈ સોલંકીને આ બાબતની જાણ કરી હતી અને બંને યુવાનો દ્વારા રોનકસિંહ પરમાર ની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો .

ત્યારબાદ યોગ્ય તપાસ કરીને યુવાનનો સંપર્ક કર્યો હતો અને પોતાની બેગ પાટણમાં પાર્લર ઉપર ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું. જેને લઇને યુવાન તાબડતોડ પાટણ પહોંચ્યો હતો. ત્રણેય યુવાનો દ્વારા બેગમાં આઠ જેટલા અલગ-અલગ બેન્કના એટીએમ, ચાર પાસબુક, એક સોનાની કડી, ચાંદીની લક્કી સહિત અનેક ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ પણ હતી. જે તમામ વસ્તુઓ યુવાનને આ ત્રણેય યુવાનોએ પરત કરી સાચા અર્થમાં માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...