અકસ્માત:ગોચનાદ નજીક ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતાં ટ્રોલી પાછળ અથડાતાં બાઈકચાલકનું મોત

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમીના ગોચનાદના 2 યુવાનો રાધનપુરમાં કડિયા કામ કરી ઘરે જતા અકસ્માત, એકને ગંભીર ઈજા પહોંચતાં મહેસાણા રિફર

સમી તાલુકાના ગોચનાદ ગામના બે યુવાનો મંગળવારે કડીયા કામ કરીને ઘરે જતા હતા ત્યારે અાગળ જઇ રહેલા ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં બાઈક ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઈચચાલકનું ઘટના સ્થળે મોત થયું હતુ. મૃતકના ભાઇએ સમી પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ગોચનાદ ગામે રહેતા ઠાકોર મહેશભાઇ સુખાભાઇ અને ઠાકોર બાબુભાઇ ઉર્ફે ટીલો દેશળભાઇઅે બાઇક (જીજે 24 અે.પી.7596) લઇને રાધનપુર ખાતે કડીયા કામ કરીને મંગળવારે રાત્રે પરત ઘરે આવવા નીકળ્યા હતા.

ત્યારે ગોચનાદ પાસે બનાસ નદીના પુલ નજીક આગળ જતાં ટ્રેકટર(જીજે 02 ડીઇ 5651)ના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક અથડાયું હતું. બંને યુવાનો પટકાતાં ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક 108 દ્વારા રાધનપુર સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યારે સારવાર દરમ્યાન બાઈક ચાલક મહેશભાઇ ઠાકોરનું મોત થયું હતુ. બાબુભાઇ માથાના ભાગે ગંભીર ઇજાઅો થઇ હોવાની વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કર્યા હતા. અા અંગે મૃતકના ભાઇઅે સમી પોલીસ મથકે ફરાર ટ્રેક્ટર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ જે.અાર.શુકલા હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...