લોકોમાં કુતુહલ:હારીજના જસોમાવમાં રામદેવ મંદિર નજીક આવેલું તળાવ અચાનક પાણી ભરતા ગ્રામજનો ખુશ ખુશાલ

પાટણએક મહિનો પહેલા
  • અચાનક પાણીના ચુવા ફૂટી નીકળી તળાવ ભરાયુ હોવાનું ગામ લોકોએ જણાવ્યું

હારીજ તાલુકાના જસોમાવ ગામ હાઇવે પર રામદેવ મંદિર નજીક તળાવ આવેલું છે. અચાનક પાણીના ચુવા ફૂટી નીકળી તળાવ ભરાઈ જતા બુધવારના રોજ રામદેવજીની મંદિરે બીજના શ્રદ્ધાળુઓએ જળદેવના વધામણા કર્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં પાણીની મુસીબતોમાં કુદરતી પાણીથી તળાવ ભરાતા લોકોએ પશુપક્ષી માટેનો ચમત્કાર સર્જાયો હોવાની ભીતિ વ્યક્ત કરી હતી.

હારીજ તાલુકાના જસોમાવ હાઇવે પર આવેલા શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન રામદેવજી મંદિર આવેલું છે. જ્યા દર મહિનાની સુદ બીજ પર ધાર્મિક મેળો ભરાય છે. બુધવાર જેઠસુદ બીજના રોજ શ્રદ્ધાળુઓ રામદેવપીરના મંદિરે દર્શનાર્થે ઉમટી રહ્યા હતા. ત્યારે નજીક આવેલું તળાવમા પાણી ભરાયું હોવાની વાત વહેતી થતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં ઓચિંતા પાણી ભરાઈ જતા રામદેવજીનો ચમત્કારની ભીતિ સેવી હતી.

જસોમાવ ગામના કલાજી ઠાકોરના જણાવ્યા મુજબ, અગાઉ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર યાર્ડના ચેરમેન હતા. ત્યારે એક લાખનો લોક ફાળો યાર્ડ દ્વારા ભરીને 10 લાખનું તળાવ ઊંડા કરાવવાનું કામ કર્યું હતું અને ત્યારબાદ નર્મદા હારીજ બ્રાન્ચ કેનાલના કામ શરૂ થતા ફરીવાર તળાવ ઊંડું કરી માટી લેવામાં આવી હતી. તળાવ ઊંડા કરવાથી ચોમાસામાં તળાવ પૂરું ભરાઈ જાય છે. જે પાણી જમીનમાં ઉતરતા અને બાજુમાં નર્મદા કેનાલ શિયાળાની ઋતુમાં ચાલુ રહેતી હોવાથી ઓચિંતા પાણીના સ્તર ઉપર આવી ચુવા ફૂટતા પાણી ભરાયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ગામના સરપંચ રમેશભાઈ દેસાઈ, કલાજી ઠાકોર ગામના નાગરિકો દ્વારા સિમ તળાવમાં લોકફાળા દ્વારા જે ત્યાં હાજર રહી ખોદકામ કરાતા પાણીનો સીધો ફાયદો થયો હોય અને નજદીકમાં બાબા રામદેવપીરની કૃપા કે ચમત્કાર ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...