તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતી:રાધનપુર સાંતલપુરમાં મલ્ચિંગ પદ્ધતિથી શક્કર ટેટીની ખેતી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાધનપુરના સુબાપુરા, સુલતાનપુરા, વડલાળા, અલ્હાબાદ અને સાંતલપુરના કોરડા ગામના 10 ખેડૂતોએ ખેતીમાં પરિવર્તન લાવ્યું

રાધનપુર તાલુકાના સુબાપુરા ગામ,સુબાપુરા, સુલતાનપુરા, વડલા, અલ્હાબાદ, અને સાંતલપુર તાલુકાના કોરડા ગામે પણ ખેડૂતોએ મલ્ચીંગ પદ્ધતિ મુજબ શક્કરટેટીની ખેતી શરૂ કરી છે. ટૂંકા ગાળામાં સારું ઉત્પાદન લેવાનું પ્રગતિશીલ અભિગમ અપનાવ્યો છે.શક્કરટેટીની ખેતી અંગે માહિતી આપતા રાધનપુર તાલુકાના સુબાપુરા ગામના ચૌધરી નરેશભાઈ મેઘરાજભાઈએ જણાવ્યું કે તેમણે 9 વીઘા જમીનમાં શક્કરટેટી અને 2 વિઘા જમીનમાં તરબૂચની ખેતી મલ્ચીંગ પદ્ધતિથી ગયા ફેબ્રુઆરીમાં કરી હતી.

બધું જ ઉત્પાદન એક સાથે ન મળે તે માટે બે તબક્કામાં 10 દિવસના અંતરે બિયારણ રોપ્યા હતા. ગયા વર્ષે 4 વીઘા જમીનમાં શક્કરટેટીની ખેતી કરી હતી અને તેમાંથી સાડા 4 લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું. આ સમયે લોકડાઉન હોવાથી ખૂબ જ સસ્તામાં એટલે કે 8 રૂપિયા 25 પૈસામાં કિલોના ભાવે વેચાણ થયું હતું. પરંતુ પહેલા એરંડા અને કપાસની ખેતીમાં વિઘા દીઠ રૂપિયા 40000 જેટલું મળતર રહેતું તેના બદલે આમાં રૂ.1.12 લાખ આસપાસ ઉપજ થશે જેમાં નફો સ્પષ્ટ જોઈ શકાય છે.

મળવાપાત્ર સરકારની સહાય યોજનાનો લાભ
આ પ્રકારની ખેતી માટે ખેતીવાડી વિભાગના સરકારના આઈ પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની હોય છે. બાગાયત વિભાગ દ્વારા મલ્ચીંગ માટે 50% અને બિયારણમાં 100% સહાય સબસીડી મળવાપાત્ર થાય છે એટલે આ પ્રકારની ખેતી નુકસાનકારક થતી નથી. નરેશભાઈ ચૌધરી જણાવે છે કે તેમણે રૂ.22000ના ભાવના બે કિલો 300 ગ્રામ બિયારણ શક્કરટેટી અને 500 ગ્રામ બિયારણ તરબૂચની વાવણી કરી હતી તેમણે તેનો અનુભવ વર્ણવતા કહ્યું કે સારું ઉત્પાદન મેળવવા માટે 15 થી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં મલ્ચીંગ વાવેતર કરી લેવું જોઈએ.

75 દિવસે કાચો ઉતાર અને 90 દિવસે પાકો ઉતાર આપે છે
મલ્ચીંગ પદ્ધતિમાં જમીનમાં ખેડ કરી સેન્દ્રીય અને રાસાયણિક ખાતર આપ્યા પછી ટ્રેક્ટર વડે માટીના બેડ કરી દેવામાં આવે છે તેના ઉપર કાણા વાળું પ્લાસ્ટિક પાથરી દેવાનું હોય છે આ પછી કાણામાં બિયારણ રોપવાનું હોય છે વાવેતર પછી ખૂબ જ ઝડપથી છોડનો વિકાસ થાય છે 75 દિવસ આસપાસ કાચો ઉતાર મળવા લાગે છે. જે આંતરરાજ્ય બજારમાં નિકાસ થાય છે 90 દિવસે છોડ પાકા ઉતાર સાથે મુરઝાઈ જાય છે. આ મલ્ચીંગ આધારિત ખેતીમાં ડ્રીપ ઈરીગેશન દ્વારા આંતરે દિવસે પાણી આપવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો