અકસ્માત:સરસ્વતીના બેપાદર નજીક બાઈક ઝાડ સાથે અથડાતાં કુબાના ડેરી મંત્રીનું મોત

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઈક ઝાડ સાથે અથડાતાં કુબા ગામના ડેરી મંત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. - Divya Bhaskar
બાઈક ઝાડ સાથે અથડાતાં કુબા ગામના ડેરી મંત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.
  • દુનાવાડા જતાં બાઈક પર કાબુ ગુમાવતાં ઝાડ સાથે અથડાયું

સરસ્વતીના બેપાદર ગામે ચોકડી પાસે બુધવારે બપોરે બાઈક ઝાડ સાથે અથડાતાં સરસ્વતી તાલુકા કુબા ગામના દૂધ સાગર ડેરીના મંત્રીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સરસ્વતી તાલુકાના કુબા ગામની ડેરી મંત્રી લેબુજી સરવણજી ઠાકોર ઘરેથી બાઈક (જીજે.24.એ.ઈ.5772) લઈને દુનાવાડા ગામે કામકાજ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે પાટણ-દુનાવાડા રોડ પર બેપાદર ચોકડી નજીક કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં લીમડાના ઝાડ સાથે ટકરાતાં 55 વર્ષિય ઠાકોર લેબુજી સરવણજીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં સરસ્વતી સરીયદ આઉટ પોલીસ સ્ટેશન હે.કો.ભુપેન્દ્રસિંહ રાજપૂત સહિત પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. મૃતક લેબુજી સરવણજી ઠાકોરનું સરીયદ ખાતે પીએમ કરાવીને તેમની લાશ તેમના વાલી વારસોને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...