ફ્લેગ માર્ચ:વિધાનસભાની ચૂંટણીને લઇને પાટણમાં સી.એસ.એફ.આઇ.નાં જવાનોએ ફ્લેગ માર્ચ યોજી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ની ચૂંટણી ની જહેરત થઈ ગઈ છે અને ઉમેદવારરોના ફોર્મ પણ ભરાઈ ગયા છે. ત્યારે શહેરમાં આચારસંહિતા પણ અમલી બની છે. શહેરમાં ચૂંટણીઓને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ ઉપરાંત સી.એસ.એફ.આઇ.ની ટૂકડીઓને પાટણમાં તેનાત કરી છે.જે શહેર માં ફલેગ માર્ચ કરી રહી છે.

પાટણ વિધાનસભા બેઠકની ચૂંટણીઓને લઇને અત્યારે શહેરમાં આદર્શ આચાર સંહિતા અમલી છે. અને શહેરમાં ચૂંટણીઓને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ ઉપરાંત સી.એસ.એફ.આઇ.ની ટૂકડીઓને પાટણમાં તેનાત કરી છે. આ ટૂકડી અવારનવાર પાટણનાં મુખ્યમાર્ગો ઉપર પથ સંચલન કરે છે. તેમની આ ફ્લેગ માર્ચથી પાટણનાં લોકોમાં વિશ્વાસ પેદા થાય તેવો હેતુ છે. આજે પાટણનાં વિભિન્ન વિસ્તારોનાં મુખ્ય માર્ગ ઉપર પાટણની સ્થાનિક પોલીસની મદદ સાથે જવાનોની ટૂકડીએ ફ્લેગ માર્ચ યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...