ફરિયાદ:મંડલોપ ગામમાં બેંક દ્વારા સીલ કરાયેલાં 2 મકાન ખોલતાં ગુનો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક મેનેજરે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી
  • હોમ લોન લઈ હપ્તો ન ભરતાં સીલ કર્યાં હતાં

ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામે હોમ લોન લઈ હપ્તો ન ભરતાં બેંક ઓફ બરોડા દ્વારા બે મકાન સીલ કરાયાં હતાં. જેમાં બેંકની પરવાનગી વિના સીલ તોડતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મડલોપ ગામે રહેતા મનુભાઈ માવજીભાઈ અને દેસાઈ દશરથભાઈ માવજીભાઈ તેમના રહેણાંક બે મકાનને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખા ચાણસ્મામાં મોર્ગેજમાં મુકી રૂ. 18.50 લાખની હોમ લોન લીધી હતી. જે હોમ લોન ભરપાઇ ન કરી શકતા બેંકે દ્વારા તારીખ 27/01/ 2021ના રોજ મકાન બંને મકાનોને સીલ વાળું તાળું માર્યું હતું.

જે બંને મકાનોના સીલ લોક તારીખ 14/10/2021ના રોજ તોડીને અંદર રહેતા હતા. આ બાબતની જાણ બેંકની થતા બેંક મેનેજર દિપકકુમાર રમેશભાઈ પ્રજાપતિએ ચાણસ્મા પોલીસ મથકે બે શખ્સો મનુભાઈ માવજીભાઈ અને દેસાઈ દશરથભાઈ માવજીભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ પીએસઆઈ એમ.એસ. દરબાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...