તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દિયોદરના ગોલવાની પરિણીતા પાસે 10 લાખ દહેજ માગી કાઢી મૂકતાં ગુનો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના બંધવડની યુવતીનાં લગ્ન ગોલવા થયાં હતાં
  • મહિલાએ રાધનપુર પોલીસમાં પતિ સહિત સાત સામે ફરિયાદ નોંધાવી

રાધનપુર તાલુકાના બંધવડ ગામની દિકરીને પતિ સહિત સાસરીનાં સભ્યોએ શારિરીક માનસિક ત્રાસ અાપી દહેજ પેટે રૂ. 10 લાખની માંગણી કરતાં રાધનપુર પોલીસમાં ગુનો નોંધાયો છે.દિયોદર તાલુકાના ગોલવા ગામે રહેતી વિધ્ધીબેન ઉર્ફે રીધ્ધીબેન અમરતભાઇ રબારીના લગ્ન જીવન દરમિયાન પતિ અમરતભાઇ સહિત પરિવાર સભ્યો શારિરીક માનસિક ત્રાસ અાપી ચડામણી કરી દહેજ પેટે રૂ. 10 લાખ માંગણી કરતા હતા. જેથી કંટાળીને તારીખ 18/06/2021ના રોજ તેના પિયર રાધનપુરના બંધવડ ખાતે અાવી હતી. આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથકે સાત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે ફરિયાદ
(પતિ) રબારી અમરતભાઇ વિહાભાઇ, (સાસુ) રબારી ઇસાબેન વિહાભાઇ, (દિયર) રબારી બળદેવભાઇ વિહાભાઇ, (નણંદ) રબારી હેતલબેન વિહાભાઇ, (જેઠાણી) રબારી ભાવનાબેન રાજુભાઇ (રહે.તમામ ગોલવા) અને (જેઠ) રબારી વિપુલભાઇ કરમશીભાઇ (રહે.બલોધણ) તથા (કુટુંબી સંબધી) સાગરભાઇ અમથાભાઇ રહે.બલોધણ

અન્ય સમાચારો પણ છે...