કાર્યવાહી:ભાટસણ ગામમાં વરઘોડામાં પથ્થરમારો કરવા મામલે 19 વ્યક્તિઓ સામે ગુનો

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ, આંતરિક સમાધાનના પ્રયાસો નિષ્ફળ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસર ગામે ગુરુવારે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારા વડે હુમલાની ઘટના બની હતી. જેમાં શુક્રવારે 19 હુમલાખોરો સામે વાગડોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી આર પી ઝાલા ને સુપર ત કરવામાં આવી છે દરમિયાન શુક્રવારે પોલીસના બંદોબસ્ત વચ્ચે ગામમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. અમદાવાદમાં દધિચી એપાર્ટમેન્ટ, મહેશ્વરી મીલ કંપાઉન્ડ, દુધેશ્વર રોડ ખાતે રહેતા રામજીભાઈ હીરાભાઈ પરમારે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

તેમના પુત્રના લગ્ન હોઇ જે લગ્ન પ્રસંગ દરમ્યાન વરરાજાનો ઘોડા ઉપર વરઘોડો નીકાળેલ. તે વખતે ગામના કેટલાક ઇસમો પોતાનો હેતુ પાર પાડવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઇ અપશબ્દો બોલી તેમજ જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી તમે ઘોડા ઉપર કેમ વરઘોડો કાઢયો છે. તેમ કહી છૂટા પથ્થરો તેમજ ઇંટોના રોડા તેમજ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી.

તેવી ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ગુરુવારે છ શખ્સોને ઘટના સ્થળેથી ડિટેઇન કર્યા હતા. શુક્રવારે સરસ્વતી તાલુકા મામલતદાર સમક્ષ જામીન માટે રજૂ કર્યા હતા તેમ પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું.

આ 19 શખ્સો સામે ગુનો નોંધાયો
1. ઠાકોર રામચંદજી મોબતાજી
2. ઠાકોર ઇશ્વરજી સ્વરૂપજી
3. ઠાકોર અરવિંદજી જયંતીજી
4. ઠાકોર ગણપતજી જયંતીજી
5. ઠાકોર વિક્રમજી જયંતીજી
6. ઠાકોર રણજીત માવજીજી
7. ઠાકોર હવાજી માવજીજી
8. ઠાકોર રમેશજી રામચંદજી
9. ઠાકોર દશરથજી વેરસીજી
10. ઠાકોર નવધણજી સહદેવજી
11. ઠાકોર મોડણજી છત્રાજી
12. ઠાકોર નરેશજી રમેશજી
13. ઠાકોર હિંમતજી માવજી
14. ઠાકોર કમશીજી માનસુંગજી
15. ઠાકોર બાસ્કુજી તરસંગજી
16. ઠાકોર જેણાજી અનુપજી
17. ઠાકોર કેવળજી સાયબાજી
18. ઠાકોર પોપટજી હવજીજી
19. ઠાકોર બાબુજી બલુજી તમામ રહે.ભાટસણ

અન્ય સમાચારો પણ છે...