તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી પર્વે જ કાળ ફરી વળ્યો:રાધનપુર નજીક નેશનલ હાઇવે પર ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ખેતરમાં ખેડૂતો પર ફરી વળી, 3નાં ઘટનાસ્થળે મોત

રાધનપુર5 મહિનો પહેલા
ક્રેટા કારચાલકની ભૂલે 3 લોકોના જીવ લીધા (ઈન્સેંટમાં પ્રથમ તસવીર ધનજી ઠાકોર, વચ્ચે પ્રભુ ઠાકોર અને છેલ્લે નભાભાઈ ઠાકોર). - Divya Bhaskar
ક્રેટા કારચાલકની ભૂલે 3 લોકોના જીવ લીધા (ઈન્સેંટમાં પ્રથમ તસવીર ધનજી ઠાકોર, વચ્ચે પ્રભુ ઠાકોર અને છેલ્લે નભાભાઈ ઠાકોર).
 • ત્રણેય મૃતદેહને રાધનપુર રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
 • અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો

રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં કાળીચૌદશની વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા. દરમિયાન કચ્છ તરફથી આવી રહેલી ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ક્રેટા સર્વિસ રોડ પરથી ઊતરીને ફુલસ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી, જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ગાડીએ અડફેટે લેતાં ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે 2નો ચમત્કારિક બચાવ થયો હતો..

ઘટનાસ્થળે જ 3 ખેડૂતનાં મોત
આજે વહેલી સવારે કચ્છ તરફથી આવી રહેલી ક્રેટા ગાડી (GJ 12 DG 8349)ના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં ખેતરની વાડ કરતા ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર(ઉં.વ.23), પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર(ઉં.વ.25) અને નભાભાઇ ગાંડાભાઈ ઠાકોર (ઉં.વ.38)ને અડફેટે લેતાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા, જ્યારે બે યુવાન ખેડૂતો કાનજીભાઈ જેમલભાઈ ઠાકોર અને બચુભાઈ જેમલભાઈ ઠાકોરનો ચમત્કારિક બચાવ થયો હતો.

કલ્યાણપુરાથી ટ્રેક્ટરમાં ત્રણેયના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.
કલ્યાણપુરાથી ટ્રેક્ટરમાં ત્રણેયના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાને પગલે લોકોનાં ટોળાં ઊમટ્યાં
દીપાવલી પર્વ પર આજે વહેલી સવારે રાધનપુરના કલ્યાણપુરા ગામમાં નેશનલ હાઈવેને અડીને આવેલા ખેતરમાં પાકને ઢોરથી બચાવવા માટે વાડ કરી રહેલા ખેડૂતો મોતને ભેટ્યા હતા. ક્રેટાચાલકના ગફલતભરી ડ્રાઈવિંગ બાદ ગાડી ઊતરીને ખેતરમાં વાડનું કામ કરતા લોકો પર ફરી વળતાં ત્રણેયનાં મોત થયાં હતાં, જેની જાણ થતાં ગામમાંથી સ્વજનો અને ગામલોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સગાં-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

રેફરલ હોસ્પિટલમાં ત્રણેયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.
રેફરલ હોસ્પિટલમાં ત્રણેયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

(મૌલિક દવે, પાટણ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો